મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક સરાહનીય કામગીરી

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.. આ તબક્કે ૩૪ જરૂરીયાત મંદ છોકરીઓને “સુકન્યા સમૃદ્ધિ ” યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી સમાજમાં એક નવી પહેલ કરી છે.

આ યોજનાની પહેલ મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. અને મેમ્બરો પાસેથી જ ભંડોળ એકત્રિત કરી ને સમાજ માટે એક લાયક દાખલો બેસાડ્યો છે. આ ૩૪ જરૂરિયાતમંદ છોકરીઓને પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા. આ કાર્ય દ્વારા આ 34 જેટલી જરૂરિયાતમંદ છોકરીઓના તથા તેમના વાલીઓના ચહેરા ઉપર અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું.