આયુષ્યમાન આરોગ્ય મંદિર પીપળી દ્વારા વિવિધ વિસ્તારોમા રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વિવિધ કામગીરી કરાઈ

સરકારના રક્તપિત નાબુદી અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ની ખાસ સૂચના અનુસાર તારીખ ૦૧ જાન્યુઆરીથી તા. ૧૯ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “રક્તપિત દર્દી શોધ અભિયાન” ની કામગીરી કરવાની હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડીકલ ઓફિસર ડો. નિકુંજ સબાપરા અને એમ.પી.એસ. પ્રફુલભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર ના કર્મચારી દિલીપભાઈ દલસાણીયા અને નિમુબેન પારઘી તથા તેમના આશા વર્કર બહેનો દ્વારા આરોગ્ય મંદિર પીપળી પર આવતા ઇન્દિરા નગર તેમજ વિવિધ વિસ્તારો, શાળાઓ તેમજ ગામમા સઘન સર્વેલન્સ કરી ઘરે ઘરે જઈને લોકોને રક્તપિત અને તેની સારવાર વિષે યોગ્ય માહિતી આપી હતી.

સાથે જ રક્તપિતના દર્દીઓ સાથે ઓરમાયુ વર્તન ના થાય એ બાબતે ખાસ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. રક્તપિત કોઈ અભિશાપ નથી એક બીમારી છે અને એનો ઈલાજ અને સારવાર પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી.