વડવાળા યુવા સંગઠન દ્વારા પુજીત કળશ યાત્રાનું ભવ્ય કાર રેલી કાઢી ઉમળકાભેર સ્વાગત કરાયું
મોરબી : મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના 200 તેજસ્વી છાત્રોનું મુઠી ઉંચેરું સન્માન કરીને શ્રેષ્ઠ કારકિર્દી બનાવીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે તેજસ્વી છત્ર સન્માન સમારોહ પહેલા વડવાળા યુવા સંગઠન દ્વારા પુજીત કળશ યાત્રાનું ભવ્ય કાર રેલી કાઢી ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
અયોધ્યા રામ જન્મભૂમિથી આવેલ પૂજીત અક્ષત કળશયાત્રાનું મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉંસથી ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી મોરબીના વડવાળા યુવા સંગઠનએ ભવ્ય કાર રેલી કાઢી સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 200 જેટલાં વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રબારી સમાજના સ્નેહમિલનનું પણ વડવાળા યુવા સંગઠન તેમજ રબારી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ , દુધઈ વડવાળા મંદિરના કોઠારી સુંદરદાસજી બાપુ , મેશરિયા વડવાળા મંદિરના કોઠારી મગ્નિરામ બાપુ, અધિક કલેક્ટર મુછાર, પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. આલ, ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા અને રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી અને હીરાભાઈ ખાંભલા, મોતીભાઈ રબારી, હર્ષદભાઈ ખાંભલા, દેવરાજભાઇ આલ, નવઘણભાઈ કરોતરા, જીવનભાઈ રબારી, સોહનભાઈ રાગીયા, ધારાભાઈ રબારી, જીવણભાઈ ખાંભલા, રાયમલભાઈ રબારી સહીતના સૌએ જહેમત ઉઠાવી હતી.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ પણ ઉપસ્થિત રહી રબારી સમાજના વિદ્યાર્થીઓને તેમની રસ-રુચીના ક્ષેત્રોમાં આગળ વધી તેમજ તમામ વાલીઓને તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા તેમજ સંતાનો ઉપર ભણતરનો ભાર ન નાખી તેમના મનગમતા ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહિત કરવાની હાકલ કરી હતી.