મોરબી : લીલાપર ગામથી માતા અને બે પુત્રી ગુમ

મોરબી તાલુકાના લીલાપર ગામથી માતા અને બે પુત્રી ગુમ, જાણ થયે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસનો અનુરોધ

મોરબી તાલુકાના લીલાપર ગામ ગુરૂદેવ સોસાયટી રામજી મંદિરની બાજુમાં રહેતા રામાનંદી સાધુ ડોલીબેન પરેશભાઇ કિશોરભાઇ અગ્રાવત ઉ.વ.૨૬ ધંધો-ઘરકામ  તેમજ તેમની બે પુત્રી હીર પરેશભાઇ કિશોરભાઇ અગ્રાવત ઉં.વ.૦૮ અને  ક્રિષા પરેશભાઇ કિશોરભાઇ અગ્રાવત ઉં.વ.૦૩ આ ત્રણેય તા-૨૪/૧૨/૨૦૨૩ રોજ  ૧૫.૦૦ વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના લીલાપર ગામ ગુરૂદેવ સોસાયટી રામજી મંદીરની બાજુમાં આવેલ પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયેલ છે. ડોલીબેન શરીરે ઘઉં વર્ણની, મધ્યમ બાંધાની, ઉંચાઇ આશરે ૫ ફુટની, જમણા હાથ ઉપર ત્રાજવુ ત્રોફાવેલ છે. પુત્રી હીર શરીરે પાતળા બાંધાની, રંગે ઘઉં વર્ણની, ઉંચાઇ આશરે ૩ ફુટની છે. અને પુત્રી ક્રિષા શરીરે મધ્યમ બાંધાની, વાને ઘઉં વર્ણની, ઉંચાઇ આશરે ૨ ફુટની છે.

ગુમ થયેલ મહિલા તથા તેની બંને દિકરીઓ વિશે કોઇપણ પ્રકારની માહિતી મળે તો એ.એસ.આઈ એસ.વી. સોલંકી મો.નં. ૭૯૯૦૨૪૮૪૮૨ અથવા મોરબી તાલુકા પો.સ્ટે. નં ૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પો.સ્ટે. એ.એસ.આઈ. એસ.વી. સોલંકીની યાદીમાં જણાવાયું છે.