મોરબી : જુના ઘૂટું ગામેથી મહિલા ગુમ

મોરબી તાલુકાના જુના ઘૂટું ગામથી લતાબેન ગુમ થયેલ છે જાણ થયે તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસનો અનુરોધ

મોરબી તાલુકાના જુના ઘૂટુંની પરેચા શેરીમાં રહેતા ખેતીકામ કરતા લતાબેન મનીષભાઈ પરેચા ઉ.વ.૪૦, તા-૨૧/૧૦/૨૦૨૩ ના ૧૦.૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયેલ છે અને ઘરેથી નીકળતી વખતે સાડી પહેરેલ અને તેની ઉંચાઇ આશરે પાંચેક ફૂટ, શરીરે મજબુત બાંધાના , વાને ઘઉંવર્ણા છે તેમજ જમણા હાથમાં !! લતા મનીષ !! ત્રોફાવેલ છે તથા કપાળના ભાગે જુનુ વાગેલાનું નિશાન છે.

ગુમ થયેલ લતાબેન વિશે કોઈપણ પ્રકારની માહિતી મળે તો પો.હેડ.કોન્સ. જે.એમ. જાડેજા મો.નં. ૯૯૨૫૪૨૮૦૭૦ અથવા મોરબી તાલુકા પો.સ્ટે.નં. ૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર જાણ કરવા પો.હેડ.કોન્સ. જે.એમ. જાડેજાની યાદીમાં જણાવાયું છે.