મોરબી : ડો. જયેશ સનારીયાને સ્કીન, હેર,કોસ્મેટિક અને લેસરની ઉત્કૃષ્ઠ સારવાર માટેનો સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલેન્સ એવોર્ડ

મોરબીના ડૉ. જયેશભાઇ સનારિયા છેલ્લા 16 વર્ષથી સ્પર્શ સ્કીન, કોસ્મેટિક અને લેસર સેન્ટર, એપલ હોસ્પિટલ-મોરબી ખાતે કાર્યરત છે. તેઓ દ્વારા ચામડીને લગતા રોગ,ગુપ્ત રોગ, વાળ તથા નખને લગતા તમામ રોગ તેમજ કોસ્મેટિક્સ, લેસર સારવાર અને હેર ટ્રાન્સપ્લાન્ટેશનને લગતી આધુનિક સારવાર નો લાભ સમગ્ર ગુજરાતની પ્રજાને મળતો રહ્યો છે. તે ઉપરાંત ડૉ. જયેશભાઇ સનારિયાના ક્લિનિકમાં આર્થિક જરૂરિયાત વાળા ગરીબ દર્દીઓ, મંદ બુદ્ધિના બાળકો તેમજ આર્મી જવાનોના પરિવાર માટે નિઃશુલ્ક સારવાર ઘણા વર્ષો થી ઉપલબ્ધ છે.

તેઓ પોતે કોઈ પણ સંસ્થા દ્વારા આયોજિત નિદાન કેમ્પમાં ફ્રી સારવાર આપે છે. અને હોસ્ટેલમાં અભ્યાસ કરતા બાળકો માટે રાહતદરે સારવાર કરે છે અને કોઈ પણ સંસ્થા દ્વારા હેલ્થ અવેરનેસ માટે આયોજિત ફ્રી લેક્ચર આપવા માટે પણ જાય છે. તેમને ત્યાં દરેક દર્દીને રોગના પ્રિવેન્શન માટે ડિટેઇલમાં લેખિત તથા મૌખિક માહિતી આપવામાં આવે છે. તદઉપરાંત સોશ્યિલ મીડિયા જેવા કે ગુગલ તથા જસ્ટ ડાયલ માં પણ દર્દીઓના રિવ્યૂ સારા છે. માનવતાવાદી અભિગમ અને મળતાવડા સ્વભાવને કારણે દર્દીઓની તેઓ પહેલી પસંદગી છે. ત્યારે તાજેતરમાં મોરબીના ડો. જયેશ સનારીયાને સિધ્ધી વિનાયક ટ્રસ્ટ તથા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ મેગેઝીન દ્વારા સૌરાષ્ટ્ર હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ-૨૦૨૩ અર્પણ કરવામાં આવ્યો છે જે બદલ તેમના પર ચોમેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જયેશ સનારીયાના સ્કીનને લગતા રોગના સંશોધન પત્ર અને પોસ્ટર નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ પ્રસિદ્ધ થયેલ છે. એમના સેક્રેટરી પદ હેઠળ 2008-09 માં મોરબી આઈ.એમ. એ. બ્રાન્ચને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ડૉ. જે. આર. જાજુ એવોર્ડ અને નેશનલ બ્રાન્ચ દ્વારા પ્રથમ વખત બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ મેળવી મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનુ પણ ગૌરવ વધારેલ છે.

તેમના સ્પર્શ ક્લિનીકને વર્ષ 2015-16 મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ 2017-18 માં આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષાનો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને 21 જૂન, 2023, વિશ્વ યોગ દિવસે ઋષિકેશ ખાતે યોજાયેલ આંતર રાષ્ટ્રીય કક્ષા ની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે. ત્યારે પ્રવર્તમાન સમયે સૌરાષ્ટ્ર હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યુ છે.