પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ૪ જાન્યુઆરીએ મોરબીના પ્રવાસે આવનાર છે.
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૦૪/૦૧/૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે શ્રી ખોડીયાર મંદીર ખાતે સામાજીક પ્રસંગે ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ ૧૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકાના થીકરીયાળા ગામમાં થીકરીયાળા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત ૧૫:૩૦ કલાકે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં આપા ઝાલાની જગ્યાએ મેસરીયા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.