મોરબી જિલ્લા પંચાયત કચેરીના કંમ્પાઉન્ડમાં ફાયરસેફ્ટીનું ડેમોસ્ટ્રેશન કરાયું

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ફાયરસેફ્ટીના સાધનોનો જ્યારે સંભવીત આગ લાગવાનો અકસ્માત ઉદભવે ત્યારે આ સાધનનો કેવી રીતે કરવો તે ઉપયોગ અંગે અધિકારી/પદાધિકારી તેમજ કર્મચારીઓને માહિતગાર કરવા માટે મોક્ડ્રીલના ડેમોસ્ટ્રેશન માટે આયોજન કરવામાં આવેલ.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા , પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘી, જિલ્લા પંચાયત મોરબી, માર્ગ અને મકાન પંચાયત વિભાગ મો રબીના કાર્યપાલક ઇજનેર, કે.કે. ઘેટીયા તથા તાલુકા પંચાયત મોરબીના પ્રમુખ અશોકભાઇ દેસાઇની ઉપસ્થિતીમાં જિલ્લા પંચાયત કચેરીના કંમ્પાઉન્ડમાં વર્ગ -૧ થી વર્ગ-૪ સુધીના અધિકારી/ કર્મચારીઓની હાજરીમાં આપત્તિના સમયે ફાયર સેફ્ટીના સાધનોના વપરાશ અંગે માહિતી આપી કેવી રીતે ઉપયોગ કરવાનું સમજાવીને પ્રેકટીકલ ડેમો બતાવીને સફળ મોકડ્રીલ કરવામાં આવેલ છે.