વેરાવળ સુરત સ્પેશિયલ ટ્રેનને સ્ટોપ આપવાની સાંસદની રજૂઆત રંગ લાવી ટ્રેન વાંકાનેર સ્ટોપ કરશે

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) વેરાવળ સુરત સ્પેશિયલ ટ્રેનને વાંકાનેર રેલવે સ્ટેશને સ્ટોપ આપવા બદલ વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહ ઝાલા એ મોરબી જિલ્લાનાં પ્રજાજનો તરફથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ તથા દર્શના જરદોશનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાંકાનેર : મોરબી તથા જિલ્લામાં સિરામિક , નળિયા તથા સેનેટરી તેમજ ઘડિયાળ ઉદ્યોગ દ્વારા વિશ્વભરમાં મોરબી પ્રખ્યાત છે. વિશ્વભરમાં પ્રખ્યાત સૌથી મોટી સાઈઝની ટાઇલ્સ મોરબીમાં બને છે તેમજ ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે મોરબીની નામના છે ત્યારે આ તમામ ઉદ્યોગને વેગ મળે અને યાતાયાત માટે વાંકાનેર જંક્શન થી પસાર થતી મહત્વની લાંબા અંતરની ટ્રેનો ને સ્ટોપેજ આપવા વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા કેન્ટ્રિય રેલ મંત્રી ને વાંકાનેરથી જંક્શન થી પસાર થતી લાંબા અંતરની સાત ટ્રેનો ને સ્ટોપ આપવા માંગ સાથે દિલ્હી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના તમામ ઉધોગોને વેગ આપવા માટે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવી તથા રાજ્ય કક્ષાના રેલ મંત્રી દર્શના જરદોશને રજૂઆત કરી જણાવ્યું હતું કે વાંકાનેર જંક્શન થી પસાર થતી ટ્રેન નંબર ૧૨૬૬૮ હાપા મુંબઈ (AC) , ૧૨૯૦૫ પોરબંદર સાલીમાર SF EXP. , ૨૨૯૦૫ ઓખા સાલીમાર SF EXP., ૧૨૯૪૯ પોરબંદર સંત્રાગચિલ SF EXP , ૧૫૬૩૫ ઓખા ગુવાહાટી EXP. , ૨૨૯૬૯ ઓખા બનારસ Exp. , ૦૯૦૧૮ વેરાવળ સુરત spl train ને સ્ટોપ આપવા માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

જે રજૂઆતને પગલે રેલ તંત્ર દ્વારા આગામી તા. ૮ જાન્યુઆરીથી વેરાવળ સુરત સ્પેશિયલ ટ્રેન ૦૯૦૧૮ વાંકાનેર રેલવે સ્ટેશને સ્ટોપ આપવામા આવતા વાંકાનેર , મોરબી સહિત આસપાસના વિસ્તારના પ્રજાજનોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનથી પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ ટ્રેનને 5 વધારાના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-સુરત અને સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેનોને 5 સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ 09 જાન્યુઆરી, 2024થી અને ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ વિન્ટર સ્પેશિયલ 08 જાન્યુઆરી, 2024થી 5 વધારાના સ્ટેશનો પર ઉભી રહેશે જેમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડિયાદ, આણંદ અને ભરૂચનો સમાવેશ થાય છે. ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.