(અહેવાલ: જયેશ બોખાણી) – મોરબી: શતાબ્દી પુરુષ, નિષ્કપટ, વિદ્યાવાન, પ્રખર વિચારક, વિનમ્ર જનનેતા, પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન અટલજીનાં જન્મદિવસ નિમિતે NIMA-મોરબી અને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાજા લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત મા.બા. અનાથાશ્રમ ખાતે બધા વડીલોનું નિઃશુલ્ક બ્લડ સુગર, યુરીન સુગર, બ્લડ પ્રેશર અને જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબીનાં પ્રમુખ ડૉ. હાર્દિક જેસ્વાણી અને NIMA મોરબીનાં મંત્રી ડૉ. સંજય નિમાવતે સેવા આપેલ. લખધીરજી ટ્રસ્ટના સેક્રેટરી મહેન્દ્રભાઈ પોપટના સહકારથી સમગ્ર આયોજન કરવામાં આવેલ હતું.