મોરબી : ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં મોડેલ સ્કૂલ મોટીબરારને ગૌરવાન્વિત કરતી વિદ્યાર્થિનીઓ

જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023-24માં મોડેલ સ્કૂલ મોટીબરારને મોરબી જિલ્લામાં ગૌરવાન્વિત કરતી વિદ્યાર્થિનીઓ ઝાલા ઉર્વશીબેન ગગજીભાઈ અને વાઘેલા અમિષાબેન દિલિપભાઈ

મોરબી જિલ્લાને ઉત્તરોત્તર સફળતા આપતી મોડેલ સ્કૂલ મોટીબરાર જે ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023-24 નું જિલ્લા કક્ષાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં ઝાલા ઉર્વશીબેન ગગજીભાઈ ધોરણ 12માં પ્રથમ ક્રમાંકે તથા વાઘેલા અમિષાબેન દિલિપભાઈ ધોરણ 10માં દ્વિતીય ક્રમાંકે જિલ્લા કક્ષાએ વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને પોતાના પરિવારની સંસ્કૃતિની ધરોહર બની નામ રોશન કરેલ છે. રાજ્ય કક્ષાની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સહ અભિનંદન શાળા પરિવારે પાઠવેલ છે.