મોરબી : ભાજપના નવનિયુક્ત હોદેદારોનું સન્માન કરાયું

મોરબી શહેર ભાજપ કાર્યલાય ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, મહામંત્રી રિશિપ ભાઈ કૈલા અને ભાવેશભાઇ કંઝરિયા નાં માર્ગદર્શન મુજબ નવનિયુક્ત શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ , જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન ભાઈ દવે અને મોરબી શહેર ભાજપ મંત્રી અજયભાઈ કોટક નું સન્માન શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક,યોગીભાઈ જાડેજા,ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા,અજયભાઈ ગરચર,અરુણભાઈ રામાવત અને મંત્રી સિધ્ધરાજસિંહ ઝાલા,વિરલભાઈ ખાખરિયા, શિવભાઈ જાડેજા ,કોસાધ્યક્ષ મહેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું.