મોરબી મચ્છુ ડેમમાંથી મળેલ માનવ કંકળ મૂળ અમદાવાદના અને રાતી દેવડી પ્રસંગે આવેલા બાળકના હોવાનું વાલી વારસદારોનું અનુમાન

અહેવાલ આરીફ દીવાન : વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા રાતી દેવડી ગામ ખાતે 2019 માં અમદાવાદથી મામાના ઘરે પ્રસંગિક કાર્યક્રમ અંતર્ગત આવેલા બાળકનું પાણીમાં તળાઈ જતા આજ સુધી તેનો પતો ચાલેલ નથી જેથી રાતી દેવડી ગામે મામાના ઘરે આવેલા મૂળ અમદાવાદના બાળક જે તે સમયે 2019 માં તણાઈ જતા શોધખોર કરેલ પરંતુ મળી આવેલ નથી જે તાજેતરમાં જ રફાળેશ્વર મચ્છો ડેમ -2 ખાતે મળેલ માનવ કંકળ ની જાણ થતાં વાલી વારસદારોનું અનુમાન છે કે તે માનવ કંકળ તે પાણીમાં તળાયેલા બાળકનું હોઈ શકે તે દિશામાં પોલીસે તપાસ કરવી જરૂરી બન્યું છે

જેમાં પ્રાપ્ત વિગત અનુસાર 2019 માં મૂળ અમદાવાદના રામપ્રસાદ ની ચાલી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ગણપતભાઈ સાગઠીયા જેવો રાજાભાઈ પોપટભાઈ ના ભાણેજ પોતાના મામાના ઘેર વાંકાનેરના રાતીદેવડી ખાતે પસંદગીક કાર્યક્રમમાં આવેલ હોય તે સમયે આશરે ઉંમર 17 થી 18 હોય જેને RFP ની ટીમ બોટ લઈને ડેમ સુધી બે દિવસ સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ મૃતદેહ મળેલ ન હોય જેથી તાજેતરમાં જ ડેમ પાસે માનવ કંકણ મળી આવેલ હોય તેથી તે મૂળ અમદાવાદના અને રાતીદેવડીના ભાણેજ નું કદાચ હોઈ શકે તેવું હાલ રાતી દેવળીના રમેશભાઈ વોરાએ ટેલીફોનિક વિગતમાં જણાવેલ છે