શ્રી સજનપર પ્રા. શાળાના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસ યોજાયો

તા.12/1/2024 શુક્રવારના રોજ શ્રી સજનપર પ્રા. શાળામાં ધો. 3 થી 5 ના બાળકો માટે અને તા.13/1/2024 શનિવાર ના રોજ બાલવાટીકા તેમજ ધો.1 અને 2ના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું જેમાં શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે બહારની દુનિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાઈ શકે એવા ઉમદા હેતુથી PM SHRI શાળા અંતર્ગત ધો. 3 થી 5 ના બાળકોને ફિલ્ડ વિઝીટ અંતર્ગત રતનપર શ્રી રામ મંદિર, રામવાન રાજકોટ, સાયન્સ સિટી રાજકોટ તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી તેમજ બાલવાટીકા અને ધો.1 અને 2 ના બાળકો માટે કામધેનુ ગાર્ડન, ત્રિમંદીર, રોકડિયા હનુમાન અને ખોખરા હનુમાન જેવા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ ખૂબ જ મજા કરી હતી સાથે સાથે તેઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી મેળવી હતી.

સમગ્ર પ્રવાસમાં સુચારુ વ્યવસ્થા જાળવવા શાળાના શિક્ષકો આદ્રોજા, કેતનભાઈ, કાસુન્દ્રા ચંદુલાલ, ભીમણી મધુબેન, આરદેશણા રેખાબેન, ખૂંટ પૂનમબેન અને વિરમગામાં મીનાબેનને આચાર્ય અલ્પેશભાઈ પુજારા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.