કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન

ઉત્તરાયણ માં પતંગ ની દોર થી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબી ની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી ના વિવિધ વિસ્તારો માં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવા માં આવશે જેમાં નીચે મુજબ જગ્યાઓ ઉપર સંસ્થા ના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષી સ્વીકારવા માં આવશે

1. કેપિટલ માર્કેટ રવાપર ચોકડી, 2.બાપાસિતારામ ચોક રવાપર રોડ, 3.પંચાસર રોડ હનુમાન મંદિર સામે, 4.નેહરુગેટ ચોક, 5.મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-2

ઉપર આપેલ સ્થળો ઉપર કર્તવ્ય જીવદયા કેન્દ્ર ના સ્ટાફ દ્વારા ઘાયલ થયેલ પક્ષી ની વિનામૂલ્યે સારવાર કરવા માં આવશે તદઉપરાંત સંસ્થા દ્વારા હેલપલાઈ નંબર પણ જાહેર કરવા માં આવ્યો છે હેલ્પલાઈન નંબર 7574885747, 7574868886 આ હેલપલાઇન 24X365 ચાલુ રહેશે .