મોરબી કન્યા છાત્રાલય ખાતે દિકરીઓને ટેવેલ્થ ફેઈલ ફિલ્મ નિહાળવા માટે આમંત્રણ

મોરબીનું કડવા પાટીદાર કન્યા છાત્રાલય દ્વારા વર્ષોથી હજારો દિકરીઓનું ભણતર,ગણતર, ઘડતર અને ચારિત્ર્ય થઈ રહ્યું છે. ગઈકાલે છાત્રાલયમાં દેશભક્તિ સભર અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.જ્યારે આજે એટલે કે તા.13.01.24 ના રોજ છાત્રાલયની દિકરીઓ માટે સાંજે 7.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી ટેવલ્થ ફેઈલ ફિલ્મ જેમાં બારમાં ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થી નિરાશ હતાશ થયા વગર જીવનમાં ખુબજ સંઘર્ષ કરી કાળી મજૂરી કરી આઇપીએસ થયેલ યુવાનની રીઅલ સ્ટોરી બતાવવામાં આવશે.

જેનાથી દીકરીઓને ખુબજ પ્રેરણા પ્રાપ્ત થશે.તો અન્ય શાળા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને પણ આ ફિલ્મ નિઃશુલ્ક જોવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે એમ કડવા પાટીદાર કેળવણી મંડળની યાદીમાં જણાવવામાં આવે છે.