મોરબી : શાંતિવન પ્રાથમિક શાળામાં ઇતિહાસકાર, કવિ, લેખક બનવા માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

સમગ્ર શિક્ષા વોકેશનલ એજ્યુકેશન વર્ષ ૨૦૨૩-૨૪ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને પ્રિ વોકેશનલ એજ્યુકેશન NCERT ની ગાઇડલાઈન મુજબ મળી રહે તે હેતુથી ‘ બેગલેસ ડે’ અંતર્ગત મોરબીની શાંતિવન પ્રાથમિક શાળામાં ઇતિહાસકાર, કવિ, લેખક બનવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને લેખન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે અવલોકન શક્તિ વિકસાવવી વગેરે બાબતે કવિ જલરૂપ દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાળકોએ પ્રશ્નોત્તરી દ્વારા કવિ જલરૂપના જીવન કવન વિશે માહિતી મેળવી હતી. તેમજ પર્યાવરણ પરિવાર ના કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાં ઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું.

જેથી શાળાના આચાર્ય મનનભાઈ બુધ્ધદેવે કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.