નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાનનો‌ મહિમા સાર્થક કર્યો

નવયુગ કોલેજ ના એમ.બી.એ, બી.એડ્, અને નર્સિંગ વિભાગના સ્ટુડન્ટ્સ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મોરબી શહેર અને આસપાસના ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ચિક્કી, તલ અને મમરાના લાડુ જેવા શિયાળાના પોષણવર્ધક વસાણાનું વિતરણ તેમજ બી.એસ.સી ના સ્ટુડન્ટ્સએ બટાકાપૌંઆનો નાસ્તો કરાવ્યો હતો. તહેવારને અનુરૂપ બાળકોને મનપસંદ નાસ્તો મેળવીને બાળકો ખુશખુશાલ થઇ ગયા હતા.

આ આયોજન સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શનથી કોલેજના હેડ સતીષ વોરા, સ્ટાફ અને સ્ટુડન્ટ્સએ જહેમત ઉઠાવીને સફ્ળ બનાવ્યું હતું.