મોરબી શહેર વચ્ચે આવેલા ગાંધી બાગ સફાઇ કરવા સરકાર નેપત્ર

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ના યુવા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મોરબી શહેર વચ્ચે આવેલા ગાંધી બાગ કે જેને ત્રિકોણબાગ પણ કહેવામાં આવે છે. તે બાગમાં જ્યારે ગાંધીજી ની પ્રતિમાં સ્થાપિત કરવા આવી હતી ત્યારે ત્યાં બગીચો હતો પણ અત્યારે ત્યાં પાર્કીંગ પ્લોટ કરી નાખ્યો છે તો આ બાગમાં અત્યારે એટલો બધો કચરો અને ગંદકી નું સામ્રાજ્ય છે કે ત્યાં અત્યંત દુર્ગંધ આવે છે.

મોરબી નગરપાલિકામા ધણીબધી સફાઇ ની ફરીયાદ કરી હોવા છતાં એક પણ જગ્યાએ સમસ્યા નું સમાધાન કરાવી શકી નથી. આ તંત્ર પાસે ઘણી બધી ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટ ખોટા તાયફા અને ભષ્ટાચારી પાછળ વાપરતા હોય તેવું લાગે છે.. જો આ સરકાર આવાં બાગ બગીચા અને પુરાતન વારસો સાચવી ના સકે તો આ સરકાર નિષ્ફળ કહેવાય.મોરબી તંત્ર અને નગરપાલિકા ને વિનંતી કહો કે ચીમકી પણ આ ગંદકી દૂર કરવા અને ત્યાં વ્યવસ્થિત રીતે પાર્કીંગ પ્લોટ બનાવવા પંકજભાઈ આદ્રોજા દ્વારા એક સોસિયલ મીડિયા પત્ર લખ્યો છે અને તંત્રને ને જગાડવા પ્રયત્ન કર્યો છે.