જમીન-મહેસૂલી પ્રશ્નો, જમીન દબાણ ખૂટતા સબ સેન્ટર સહિતના પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં સમસ્યા નિવારવા સુચના અપાઈ
જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જાન્યુઆરી માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ તેમજ ધારાસભ્યઓ દ્વારા સો ચોરસ વાર પ્લોટની ફાળવણી, જમીન-મહેસૂલી પ્રશ્નો, પીવાના પાણીની સમસ્યા, મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરી, જમીન દબાણ, દૂધ ઉત્પાદક સંઘ અને મંડળીઓ, જીઆઇડીસી, ખૂટતા સબ સેન્ટર, મકાન વિહોણી આંગણવાડીઓ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રોડના પ્રશ્નો, જમીન રે સર્વે અંગેની વાંધા અરજીઓ તેમજ હળવદ અમદાવાદ ખાસ બસ શરૂ કરવી સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તમામ પ્રશ્નો અંગે સમીક્ષા કરી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યસર્વ કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા અને એન.ડી. કુગસીયા સહિત સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.