ભારત ના દફ્તરી પરિવાર ના કુટુંબીજનો આગામી તારીખ 26 -01-24 ના રંગપર બેલા મુકામે એકત્રિત થશે,
રંગપર મુકામે દફ્તરી અને મહેતા કુટુંબ ના કુળદેવી શ્રી જખરીમાં નું ભવ્ય મંદિર, પ્રાર્થના ખંડ, યજ્ઞ શાળા, રંગમંડપ, ભોજનાલય,ગેમરીયો કૂવો સુશોભન,અવેડો, અને ચબુતરા નું ઉદ્ઘાટન આગામી તારીખ 26 ના નવચંડી હવન દ્વારા સંપન્ન થશે
રૂપિયા એક કરોડ ની લાગત થી તયાર થયેલ ઉદ્ઘાટન સમયે ભારત ભર માં વસતા દફ્તરી કુટુંબ ના પરિવારો મુંબઈ, કલકતા, હૈદરાબાદ, પુના, અમદાવાદ, રાજકોટ, મોરબી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઘાના, લંડન માં વસતા કુટુંબ ના સભ્યો આવી રહિયા છે,
એક વર્ષ માં મંદિર સાથે સમગ્ર સુવિધા તયાર કરવા માટે તુષાર દફ્તરી, કેતનભાઈ દફતરી, સંદીપભાઈ દફ્તરી, ચંદ્રકાન્ત ભાઈ દફતરી એ પરિશ્રમ કરી અને ભવ્ય ઇમારત બનાવી છે,
આ સમગ્ર સંકુલ ના મુખ્ય દાતા કામલેશભાઈ જયસુખભાઇ દફ્તરી મુંબઈ તથા અન્ય દાતાઓ નો સહકાર મળેલ છે