મોરબી : સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના શુભદીને જન્મેલ નવજાત શિશુની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે

આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ પ્રત્યે સમર્પણભાવ પ્રગટ કરતા મોરબી ના તબિબ.

22 જાન્યુઆરી ,સોમવાર ના શુભદીને અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા જઈ રહ્યો છે ત્યારે દુનિયાભરના દેશોમાં રહેતા તમામ સનાતની હિન્દુઓ એ આ ઐતિહાસિક પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સમગ્ર ભારત હાલ રામમય બન્યું છે ત્યારે શ્રી રામ મંદિરને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીની ખ્યાતનામ સ્પર્શ બાળકોની હોસ્પિટલ દ્વારા તા.૨૨-૧-૨૦૨૪ સોમવાર ના રોજ મોરબી ની સ્પર્શ બાળકોની હોસ્પિટલમાં આવેલ કોઈપણ નવજાત બાળકની નિઃશુલ્ક તપાસ ( ફ્રી ઓપીડી) કરી આપવામાં આવશે.

બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા, ડો. રાજેશ્રી પરમાર અને ડો. રીંકલ સાતુનીયા તરફથી મોરબીમાં કોઈપણ હોસ્પિટલમાં જન્મ થયેલ બાળકના માતા-પિતા ને લાભ લેવા માટે અનુરોધ કરાયો છે તથા વધુ માહિતી માટે 02822 225665 તથા 9574143352 પર સંપર્ક કરવા જણાવ્યું છે.