મોરબી જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલ દરમિયાન કલેકટર જી.ટી. પંડ્યાએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીશ્રીનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા પુરવઠા અધિકારી અને ઈન્ચાર્જ હળવદ પ્રાંત અધિકારી સંદીપ વર્મા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.