રાણેકપર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની રંગારંગ ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાણેકપર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. આ કાર્યક્રમની થીમ વિકસિત ભારત રાખવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળા ના નાના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ગીતો પર ડાન્સ, પિરામિડ, કોમિક નાટક અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમનું એન્કરીંગ રણજીતભાઈ કટેશીયા એ કર્યું. ધ્વજ વંદન ગામની ભણેલ દીકરી સાકરીયા ચાંદનીબેનના હાથે કરવામાં આવ્યું.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો અશ્વિનભાઈ, અંજનાબેન, નરેન્દ્રભાઈ અને આચાર્ય અનિલભાઈ ની મહેનત રંગ લાવી. આ તકે સરપંચ અને ગ્રામજનો દ્વારા બાળકોને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.