હડમતિયા એમ.એમ.ગાંધી વિધાલયમાં પ્રજાસત્તાક પર્વની ” દિકરીની સલામ દેશ કે નામ” શાનદાર ઉજવણી કરવામાં આવી

ટંકારા તાલુકાના હડમતિયા ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી સરકારશ્રીના પરિપત્ર મુજબ ગામની સૌથી વધુ અભ્યાસ કરેલી દિકરીના ખાખરીયા પ્રિયંકાબેન રમેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે કુમારશાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા તાલુકા શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ સિણોજીયા, એમ. એમ. ગાંધી વિદ્યાલયના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ અઘારા, વાલીગણ, ત્રણે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ હાજર રહ્યા હતા

આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન ખાખરીયા, એમ.એમ. ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટી પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, ટ્રસ્ટી સદસ્યોશ્રી લક્ષ્મણભાઈ સિણોજીયા, રતીલાલભાઈ ખાખરીયા, જીવણસિંહ ડોડીયા, ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, હસમુખભાઈ ખાખરીયા તેમજ પંચાયત સદસ્યોશ્રી હાજર રહ્યાં હતાં. વિધાર્થીઓ દ્વારા નાટક ભજવવામાં આવ્યા હતા તેમજ બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં