મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ભારતના ૭૫માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે અંદાજે ૪૫૦ બાળકો તથા જિલ્લા પંચાયતના કર્મચારી/અધિકારી ગણની હાજરીમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિનની ઉજવણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો જેવા કે, ગરવા ગુજરાતની સાંસ્કૃતિક જાખીના ભાગરૂપે મોરબી જિલ્લાની સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ તેમજ અભિનવ સ્કુલના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના ૩૯ જેટલા બાળકોને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે જિલ્લાની આરોગ્ય શાખાના કુલ ૫ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૬ જેટલા દિવ્યાંગ બાળકોને UDID કાર્ડ વિતરણ, ૩ જેટલા આચાર્યના અજમાયશી સમયગાળો પુર્ણ કર્યાના પ્રમાણપત્ર અને પશુપાલન વિભાગના કર્મચારીનું મોબાઈલ પશુ એમ્બ્યુલન્સની સારી કામગીરી અન્વયે સન્માન કરવામાં આવ્યું હતું.