મોરબી સરકારી શાળાના આચાર્યએ પોતાના એવોર્ડની રકમ શાળાના રીનોવેશન માં વાપરી

શાળા ના આચાર્ય નો આ ઉમદા હેતુ જોઈ વાલીઓ ફાળો આપવા વરસી પડ્યા 65000 થી વધુ રકમ નો ફાળો આપ્યો

પ્રજાસત્તાકદિન ની ઉજવણી માં ઘણી શાળાઓ માં ઉજવણી અંતર્ગત ડેકોરેશન સહિત ખર્ચ થતા હોય છે પણ મોરબી ની એક સરકારી શાળા ના આચાર્ય શાળા માં ખર્ચ કરવાના બદલે શાળા ના રીનોવેશન ને મહત્વ આપી શાળા ના આચાર્ય ને એનાયત થયેલ સંપૂર્ણ રોકડ પુરસ્કાર ના 35000 શાળા ના ખર્ચ માં આપતા પ્રજાસત્તાક દીને આપી ઉદાહરણ આપી દાખલો બેસાડતા તેને જોઈ

કાર્યક્રમ માં આવેલ વાલીઓ વરસી પડ્યા ને 65000 થી વધુ રકમ નો ફાળો આપ્યો શાળાના આચાર્ય વિજયભાઈ એ વિચાર્યું કે આપણી શાળા સારી હશે તો બાળકો ને ભણવામાં મજા આવશે ને વધુ બાળકો શાળા માં શિક્ષણ લેવા આવશે વિધાર્થીઓ ના શિક્ષણક્ષેત્રે વિકાસ કરવામાં મુખ્ય આધાર તો શાળા ના શિક્ષકો નો હોઈ છે જે મોરબી ની સભારાવાળી પ્રાથમિક શાળા ના આચાર્ય એ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મોરબીની સભારાવાડી શાળામાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.બાળકોના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.આશરે 300જેટલા વાલીઓએ હાજરી આપી.શાળાના રિનોવેશનમા દાતાઓના ફાળાની સાથે આજે પણ બાળકોના વાલીઓ મન મૂકીને વરસ્યાં.લગભગ 65000 રૂપિયા જેટલો લોકફાળો થયો.આ તમામ ફાળો શાળા વિકાસમાં વાપરવામાં આવશે. વાલીઓ હંમેશા શાળાને મદદરૂપ થતાં રહે છે. એક ઉત્તમ ઉદાહરણ આજે સભારાવાડી દ્રારા અન્યને પણ પ્રેરણાદાયી બની રહેશે.

આ તકે શાળાના આચાર્ય વિજય દલસાણીયાએ પણ પોતાના મળેલા એવોર્ડમાથી 35000જેટલી રકમ શાળાને દાન આપી રિનોવેશનમા વાપરી.આ શાળાને વાલીઓ મારફત આર્થિકદાન,શ્રમદાન,સમય દાન કરીને અનેક રીતે બાળકોના વાલીઓ મદદરૂપ થતાં રહ્યાં છે.સાથે ગોવિંદભાઈ પરમાર દ્વારા સમગ્ર વાડીનાં ધરે ધરે એક રામયાણ આપવામાં આવી.

આ તકે શાળાના રિનોવેશનમા કાયમી દાતાઓ મૂળજીભાઈ પરમાર, અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ ડાભી, લાલજીભાઈ કંઝારીયા, ગોવિંદભાઈ પરમાર, નરશીભાઇ પરમાર, ગોરધનભાઈ, હરેશભાઈ, રમેશભાઈ,ભુરાબાપાતથા આજે લોકફાળો આપનાર તમામ વાલીઓનો,એસ.એમ.સી.ના અધ્યક્ષ, તમામ સભ્યો, શાળાના તમામ સ્ટાફનો પણ એટલો જ સહયોગ હોય, તેમના તરફથી પણ એક યા બીજી રીતે અનુદાન મળ્યું છે.,આ તમામનો શાળાના આચાર્ય વિજયભાઈ દલસાણીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.