મોરબી : યુપીથી કોઈને કહ્યા વગર બાળકો સાથે આવેલ પરિણીતાનું પતિ સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

સાસુ સાથે ઝઘડો થતા ઉત્તરપ્રદેશથી ગુજરાત કોઈને કહ્યા વગર આવ્યા બાદ પરિણીતા સુરતને બદલે મોરબી પહોંચી ગઈ હતી. સખી વન સ્ટોપ સેન્ટરે આ પરિણીતાનું કાઉન્સેલિંગ કરી તેના પતિ સાથે મિલાપ કરાવ્યો છે.

તા. 27 ના રોજ સાંજે 7:45 વાગ્યે 181ને ફોન આવેલ કે ઉત્તર પ્રદેશથી મોરબી એક બેન બાળકો સાથે આવ્યા છે.આ પરિણીતા બસ સ્ટેન્ડ પર હતાં. ત્યારબાદ તેને પોતે અને બાળકોને આશ્રય માટે કહ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિણીતાનું કાઉન્સેલિંગ કરી અને તેના પતિનું એડ્રેસ અને મોબાઈલ નંબર મેળવેલ હતો. ત્યારબાદ પતિ સાથે વાત થતાં જણાવેલ કે તે સુરત નોકરી કરે છે પરિણીતા અને તેના બાળકો ઉત્તર પ્રદેશ તેના સાસુ સાથે રહે છે. સાસુ સાથે ઝઘડો થતા તે કહ્યા વગર નીકળી ગયેલ હતા. આ પરિણીતા સુરતની બદલે મોરબી ઉતરી ગયેલ હતી. ત્યારબાદ તેના પતિને બોલાવતા બાળકો અને પરિણીતાને પતિને સોંપેલ છે.