મોરબી: ભારતમાતાનું પૂજન કરી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશેષ ઉજવણી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસે ભારત માતાનું પૂજન કરીને ઉજવણી કરવામાં આવી લાટી પ્લોટ વિસ્તારમાં આવેલી જય હરી સ્કૂલમાં આઇ લવ ભારત માતા અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. વિજેતા બાળકોને ક્લબ તરફથી ઇનામ આપવામાં આવ્યા અને સ્પર્ધામાં ભાગ લીધેલા દરેક વિદ્યાર્થીને ક્લબ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. બધા બાળકો અને મેમ્બરોએ સાથે મળીને ભારતમાતાનું પૂજન કર્યું આ રીતે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી.

આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઇ પંડ્યા અને તેના સ્ટાફનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટમાં શોભનાબા ઝાલા પ્રીતિબેન દેસાઈ અને મનિષાબેન ગણાત્રાએ હાજરી આપી હતી