અસાધ્ય બીમારીઓથી પીડાતા દર્દીઓના યોગ્ય ઉપચાર માટે આશાનું કિરણ 

24મી ફ્રેબ્રુઆરીએ વિનામૂલ્યે યોજાનાર સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં નામકીત હોમિયોપેથીક ડોક્ટરો સારવાર આપશે

મોરબી : મોરબીનો દિન પ્રતિદિન હરણફાળ વિકાસ જોતા લોકોની આરોગ્યની ખેવના કરવા માટે રાજકોટ જેવા મહાનગરોમાં હોય તેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ સાથેની હોસ્પિટલો ખુલી રહી હોય પણ આ એલોપથી સારવારથી પણ દર્દીઓને અમુક હઠીલા અને અસાધ્ય રોગો મટતા ન હોય ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રેષ્ઠ અને દિવ્ય વનસ્પતિ તેમજ ઔષધિઓથી જીવન ફરી તરોતાજા બની જતું

મોરબીના રવાપર ગામ પાસે ઉમા હોલની સામે બાલકેશ્વર શિવ મંદિર સામે આગામી 24 ફ્રેબ્રુઆરીએ સવારે 9થી 12 દરમિયાન હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન-મોરબી, આર્યતેજ હોમીઓપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લક્ષ્મીનગર-મોરબી દ્વારા એકદમ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ હોમિયોપેથીક એકદમ નિઃશુલ્ક ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં મોરબીના નામાંકિત હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા નિદાન- સારવાર આપવામાં આવશે.