શ્રી સજનપર પ્રા. શાળામાં બાળકોને ગણિતના ઉપયોગી પુસ્તકનું વિતરણ કરાયું

શ્રી સજનપર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. દ્વારા આજરોજ શ્રી સજનપર પ્રા. શાળાના ધો.3 થી 5 ના અંદાજે 150 બાળકોને ગણિતનું પાયાનું જ્ઞાન મળે તેવા ઉમદા હેતુથી “એકમ” પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે શ્રી સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કાંઈક ને કાંઈક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે

આ તકે શ્રી સજનપર દૂધ ઉત્પાદક મંડલી લી. ના પ્રમુખશ્રી કરશનભાઇ રૈયાણી અને મંત્રીશ્રી કેશુભાઈ રૈયાણીનો શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે.