મોરબી : નાની વાવડી ખાતે શ્રમયોગી વિમાના કેમ્પ યોજાયો

મોરબીના નાની વાવડી ખાતે આવેલ સીંધી સોસાયટી ખાતે સામાજીક કાર્યકર આરતીબેન મેહુલભાઈ રત્નાણી દ્વારા પોસ્ટ તેમજ શ્રમયોગીના વિમાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પોસ્ટમાં ડિજીટલ ખાતા ખોલાવવા, શ્રમિકોને વિમા કવચ, આધારકાર્ડમાં સુધારા-વધારા, 5 વર્ષ થી નાના બાળકોના આધારકાર્ડ, સુકન્યા સમરુધ્ધી યોજના જેવી યોજનાનો લાભ નાની વાવડી લોકોએ લાભ લીધેલ હતો.

આ કેમ્પને સફળ બનાવવામાં સામાજીક કાર્યકર રીયાઝભાઈ ઘાંચી તેમજ માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાના પ્રમુખ પરેશભાઈ ત્રીવેદી અને જિલ્લા ભાજપ ના આઇટી સેલ ના પ્રમુખ ક્વીન અને મહિલા કાર્યકર અસ્મીતાબેન અમુલ્ય ભાગ ભજવેલ હતો. ભવિષ્યમાં પણમાં શ્રમિકો અને મહિલાઓ માટે આવા સરકારી યોજનાઓના કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમ આરતીબેન મેહુલભાઈ રત્નાણી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.