મોરબી : ૧૮૧ અભયમ ટીમ દ્વારા નાની વયે લગ્ન કરવા નીકળેલ કિશોરીનું કુશળ કાઉન્સિલિંગ કરાયું

મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું પરિવાર સાથે કરાવ્યું મિલન

મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી સનાળા શક્તિ માતાજી ના મંદિરે છેલ્લા ૮ કલાક થી મુજાયેલ હાલતમાં આટ-ફેરા મારે છે ત્યાંના લોકોએ બેન સાથે વાતચીત કરી પરંતુ કિશોરી સાચું કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે.તેમની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ જીગરભાઈ પટેલ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતાં કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં.

૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવા નો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ગભરાયેલી હતી બેનને સૌપ્રથમ સાંત્વના આપેલ તેમજ મોટીવેટ કરેલ કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે તેમને એક છોકરા સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે તેમજ કિશોરીને એ છોકરા સાથે લગ્ન કરવા હોય અને તેમના માતા પિતા લગ્ન કરવા ની ના પાડતા હોય તેથી કિશોરી છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં પરિવારના સભ્યો સાથે ઘર્ષણ થતું હોય તેમજ તેમના પરિવાર તેમને મોબાઈલ વાપરવાની નાં પાડતા હોય અને વારંવાર ઠપકો આપતા હોય જેને લઇને કિશોરીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા હોય માટે ઘરે રસોઈ બનાવી ને ઘરેથી કોઈ ને પણ જાણબહાર નીકળી ગયેલ.

ત્યારબાદ ૧૮૧ ટીમ કિશોરી ના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કરેલ અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે બપોરની રસોઈ બનાવી ને બપોરનાં સમયે અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કોઈ ને પણ કહ્યા વગર નીકળી ગયેલ તેઓએ શોધવા માટે ઘણા પ્રયત્ન કરેલ પરંતુ તેમની દિકરી મળેલ નહીં.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીને કાયદાકીય માહિતી આપેલ તેમજ લગ્ન માટે કાયદાકીય રીતે પુખ્ત થયાં બાદ જ લગ્ન કરવા સમજણ અપાઇ.

આમ અભયમ ટીમ દ્વારા કિશોરી અને પરિવારના સભ્યોના કુશળ કાઉન્સિલિંગ થકી કિશોરી રાજી-ખુશીથી તેમના પરિવાર સાથે જવા તૈયાર થયેલ.

કિશોરી ના પરિવાર જનોએ તેમની દિકરી નેં સહી સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમ નો આભાર વ્યક્ત કર્યો છે.