મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે
મોરબી : મોરબી અને થાનમાં તા. 27ને મંગળવારના રોજ વરિયા પ્રજાપતિ સમાજનો 37 મોં સમૂહ લગ્ન યોજાશે જેમાં સંતો મહંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. દિકરીઓને કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના તેમજ પુસ્તકો સહીત 100 થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. નવ દંપતીઓને આશીર્વાદ આપવા સંતો – મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે
મોરબી અને થાનમાં તા. 27-02-2024ને મંગળવારે વરિયા પ્રજપતિ સમાજનો 37મો સમૂહ લગ્ન યોજાશે જેમાં દિકરીઓને કરિયાવરમાં સોના – ચાંદીના દાગીના, ભગવત ગીતા સહીત 100 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. જેમાં મોરબીમાં નેશનલ રિવેરા સીરામીક પાસે, એસ્ટ્રોન સીરામીક પાછળ, નેશનલ હાઇવે, ત્રાજપર ખાતે યોજાશે જેમાં 18 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે, આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવાડીયા, અનિલભાઈ અંદોદરીયા, હડમતીયા મહંત મેહુલદાસબાપુ તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર, ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવશે. આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન પણ રાખવામાં આવશે.
જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનો સમૂહ લગ્ન યોજાશે જેમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદીનભાઇ રાઠોડ, ડો. જગદીશભાઈ ત્રિવેદી, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવશે.