મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં 37માં સમૂહ લગ્ન યોજાયા

સંતો મહંતો, અધિકારી, પદાધિકારી અને સમાજ શ્રેષ્ઠિઓની હાજરીમાં મોરબી 18 અને થાનમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા

દંપતીને સોના – ચાંદી સહીત 120 થી વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા

મોરબી : મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો 37 મોં સમૂહ લગ્ન યોજાયો જેમાં સંતો મહંતો, અધિકરીઓ – પદાધિકારીઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીમાં 18 અને થાનમાં 14 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા . દિકરીઓને સોના – ચાંદી સહીત 120 થી વસ્તુઓ તેમજ જીવન ઉપયોગી અને શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટેના પુસ્તકો પણ કરિયાવરમાં અપાયા

મોરબી અને થાનમાં વરિયા પ્રજપતિ સમાજનો 37મો સમૂહ લગ્ન યોજાય હતા જેમાં મોરબીમાં નેશનલ હાઇવે પર રિવેરા સીરામીક ખાતે સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં 18 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા , આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવાડીયા, ઉપાધ્યક્ષ તરીકે અનિલભાઈ અંદોદરીયા, હડમતીયા મહંત મેહુલદાસબાપુ ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, ડે. કલેકટર સુશીલ પરમાર, જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ. આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા ઉપસ્થિત મહાનુભવોએ 37 વર્ષથી થતા સમૂહ લગ્નના કાર્યને બિરદાવી સમાજમાં શિક્ષણ પર વધુ ભાર આપવા અપીલ કરી હતી આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા, પ્રવીણભાઈ વારનેસીયા સહીત 100થી વધુ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી

જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનો સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા .આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સમારંભના પ્રમુખ નિવૃત ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઇ વરિયા, મહંત મેહુલદાસ બાપુ સહિતના ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવામાં સમાજના પ્રમુખ અમરશીભાઇ અંદોદરીયા સહિતના 100થી વધુ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.