વાંકાનેર : તીથવા આરોગ્ય કેન્દ્રને SBI સી.એસ.આર. એકિટવીટી હેેેઠળ મેડીકલ સાધન સામગ્રી અર્પણ કરી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા આ તમામ સાધનની તેના મફત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ભેટ સ્વરુપે આપેલ છે.

આવનાર એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી ઓફીસરનું ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર, આર.બી.એસ.કે. ડો.રવીરાજ મકવાણા, ડો.મહેજબીન વકાલીયા દ્વારા અભિવાદન કરવામાં આવેલ.

એસ.બી.આઇ સી.એસ.આર. હેડ ઓફીસરશ્રી દ્રારા તમામ ડીલેવરી ને લગત સાધન સામગ્રીનો બહોળો ઉપયોગ થાય તેવા સુચના આપેલ.

સંજયભાઈ અજાણા સુપરવાઈઝર તથા સાહિલ પીલુડિયા એફ.એ. દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.