મોરબી : શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શ્રી રામ જન્મભૂમિ-અયોધ્યાના ૯૭ કારસેવકોનું ભવ્ય સન્માન કરાયું

પ.પૂ.ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી.રામાવત, પ્રવિણભાઈ બારેજીયા,પ્રદીપભાઈ વાળા, જે.પી. જેસ્વાણી, ગોપાલભાઈ સરડવા, અનોપસિંહ જાડેજા,નવીનભાઈ માણેક સહીતનાં મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતી માં કારસેવકોનું બહુમાન.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રભુ શ્રી રામ ની જન્મભૂમિ અયોધ્યા મુકામે વર્ષ ૧૯૯૦ તથા ૧૯૯૨ કારસેવા કરનાર મોરબી કારસેવકો ના સન્માન ના કાર્યક્રમનું આયોજન કરવા માં આવ્યુ હતું જેમાં ૯૭ કારસેવકોનું શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ભવ્યતિભવ્ય બહુમાન કરવા માં આવ્યુ હતુ, તે ઉપરાંત મોરબી-માળીયા ના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરેક કારસેવકોને શ્રી રામ મંદિર-અયોધ્યા ની પ્રતિકૃતિ વાળી ઘડીયાળ અર્પણ કરવા માં આવી હતી. આ તકે મોરબી રામધન આશ્રમ ના મહંત પ.પૂ. ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ બારેજીયા, સી.ડી.રામાવત, નવીનભાઈ માણેક, અનોપસિંહ જાડેજા, પ્રદીપભાઈ વાળા, હસુભાઈ પુજારા, ગોપાલભાઈ સરડવા, જે.પી.જેસ્વાણી, ડો.વનરાજસિંહ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ, ઘનશ્યામભાઈ પુજારા, હરીશભાઈ રાજા,જયેશભાઈ ટોળીયા, જયેશભાઈ કંસારા, કે.ડી.પડસુંબિયા, મુકેશભાઈ ગામી, નૈમિષભાઈ પંડિત, તેજશભાઈ બારા, કમલેશભાઈ બોરીચા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ને સફળ બનાવવા નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, લખનભાઈ કક્કડ,શ્યામભાઈ ચૌહાણ,ચિરાગભાઈ રાચ્છ, નિકેતનભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, અમિતભાઈ પોપટ, સંજયભાઈ હીરાણી, પારસભાઈ ચગ, દીનેશભાઈ સોલંકી, પંકજભાઈ ચંડિભમર, રમણીકલાલ ચંડિભમર, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ પાવ, કમલેશભાઈ ભોજાણી, ધર્મેશભાઈ સોલંકી,કીશોરભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ કારીયા, વિપુલભાઈ પંડિત, કૌશલભાઈ જાની, નિરવભાઈ હાલાણી, મનોજભાઈ ચંદારાણા સહીત ના શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના અગ્રણીઓ તેમજ શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી.