મોરબી ના જાણીતા સિનિયર પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી નો ૪ માર્ચ સોમવારે જન્મદિવસ છે તેના જન્મદિનની તેના પરિવારજનો સગાસંબંધીઓ મિત્રો ને સાથી પત્રકાર મિત્રો પ્રેસ મીડિયાપરીવાર મોરબી ગોસ્વામી સમાજ સીરામીક ઉદ્યોગકારો વિવિધ સમાજ ને સંગઠનો ને સંસ્થા ના આગેવાનો રાજકીય આગેવાનો એ સુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી છે સુરેશભાઇ ગોસ્વામી ફૂલછાબ ના બ્યુરોચિફ પત્રકાર ને હાલ પત્રકાર એસોસિએશન મોરબી ના પ્રમુખ છે તે ઓ અગાઉ પણ મોરબી પ્રેસ એસોસિએશન ના પ્રમુખ રહી ચુક્યા છે.
અગાઉ પણ મોરબી પ્રેસ એસોસીએશન ના પ્રમુખપદે સફળ કામગીરી કરી ચુક્યા છે શાંત સરળ અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા સુરેશભાઈ ગોસ્વામી એ પ્રજાલક્ષી પ્રશ્નો ને ઉજાગર કરી ને મોરબી મીડિયા જગતમાં આશરે છેલ્લા 3 દાયકા થી એક તટસ્થ,નીડર અને પ્રામાણિક પત્રકાર ની ઓળખ ઉભી કરી છે.સમસ્યાઓ ને નીડરતા પૂર્વક વાચા આપી રહ્યા છે જેથી તેઓ રાજકીય,વહીવટીતંત્ર, પોલીસ, સામાજીક સંસ્થાઓમાં સારી લોકચાહના ધરાવે છે
સુરેશભાઈ ગોસ્વામી ને મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા તેઓની શ્રેષ્ઠ ઓફ બેસ્ટ પ્રતિભા ને ધ્યાન માં લઇ ને તેઓને વ્યક્તિ વિશેષ નો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા ફૂલછાબ પરિવાર દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડ પર એવોર્ડ અપાયા છે. સાથે મોરબી ની વિવિધ સંસ્થા સંગઠનો ધારાસભ્ય સહિત સંતો મહંતો એ ભાવભર્યું સન્માન કરી બિરદાવ્યા છે