મોરબી : મધ્ય રાત્રિએ પ્રેમી ને મળવા ઘરેથી નીકળી ગયેલ કિશોરી નું તેના પરિવાર સાથે કરાવ્યું મિલન

માતા -પિતા ની જાણબહાર મધ્ય રાત્રિએ નીકળી ગયેલ કિશોરી નું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ

મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

તારીખ ૦૭/૦૩/૨૦૨૪ ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી લાલપર ગામે રોડ પર ૦૨ કલાક થી આમ તેમ આંટા ફેરા કરે છે તેમજ તેઓ મુજાયેલ હોય તેવું લાગે છે અને ખૂબ જ ગભરાયેલા છે ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ કિશોરી કાંઈ પણ કહેતી નથી અને કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ રડે છે અને કિશોરી ચિંતામાં છે તેથી તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.

જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ રીટાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતાં કિશોરી ને ત્યાં ના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરી ને સાંત્વના આપી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમને એક મધ્યમ પ્રદેશ ના એક પુરુષ સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે તે પુરુષ કિશોરી ને ફોન કરીને મધ્ય પ્રદેશ મળવા માટે બોલાવતા હોય કિશોરી તેમની બહેનપણી ના ફોન માંથી તે યુવક સાથે વાતચીત કરતી હોય કિશોરી પાસે ફોન ના હોય તેથી ક્યાં જવું,શું કરવું, કેવી રીતે જવું, ક્યાંથી જવું,બસ કેવી રીતે મળશે,કેટલા ટાઈમે બસ મળશે, ક્યાંથી ટ્રેન મળશે, બસમાં જવ કે ટ્રેન માં જવ તેવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કિશોરી મુજાયેલી હાલતમાં હતી. ત્યારબાદ ૧૮૧ ટીમે કિશોરી ને મધ્ય રાત્રિએ આવી રીતના ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.

ત્યારબાદ તેમના માતા પિતા નું સરનામું પુછેલ અને તેમના પરિવાર નો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં કિશોરી એ જણાવેલ કે તેમના પિતા દરજીકામ કરે છે અને તેમના માતા ઘરકામ કરે છે તેમજ કિશોરી ને એક ભાઈ છે કિશોરી ના પરિવારે જણાવેલ કે આજથી એક મહિના પહેલાં તે યુવક સાથે ફોન માં વાત કરતી હોય તેવી ખબર પડી તે દિવસ થી ફોન આપતા નથી તેથી ઘરમાં બધા સાથે ગેરવર્તન કરે છે અને તેની બહેનપણી ના ફોન માંથી વાત કરે છે તેમના પરિવારે જણાવેલ કે અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કોઈ ને પણ કહ્યા વગર નીકળી ગયેલ અને અમને ખબર પણ નથી.

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી અને તેમના પરિવારજનોનું કાઉન્સિલિંગ કરી અને કિશોરીને પરિજનોને સોંપેલ

કિશોરી ના પરિવાર જનોએ તેમની દિકરી ને સહી સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.