આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧“અભયમ”મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાપુર્વક ૯ વર્ષ પુર્ણ

ગુજરાતરાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે.મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાતેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમમહિલા હેલ્પલાઈનશરુ કરવામાં આવી હતી.

રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે “સેફ સિટી” પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા:૦૫/૦૩/૨૦૨૨૩ નાં રોજ માન,મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે.. આમ, સમગ્ર દેશમાં ગુજરાત એ આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે,જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ૨૪x૭ મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે.

શ્રીમતી ભાનુબેન બાબરીયા, માન.મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નાં વરદ હસ્તે Smart ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ ૦૬ માર્ચ ૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને Paperless CAD system સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણીકરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બનેલ છે.

માત્ર ૦૯વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૩,૯૯,૭૬૧થીવધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇ ને ૨,૮૧,૭૬૭જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે. અને ૧,૭૭,૪૨૧જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૮૬,૦૬૨જેટલી મહિલાઓના ગંભીરપ્રકારનાકિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ હતા.

આ પ્રસંગે . જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર,ઇએમઆરઆઇજીએચએસગુજરાતના ૬.૩ કરોડ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવેલ કે “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪X૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમમહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.”

 • ૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
 • મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહારકે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
 • ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
 • પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
 • મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
 • મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
 • ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતીકોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા
 • જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન,વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી.મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
 • કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે? 
 • મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
 • શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ
 • લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
 • જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો
 • કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
 • માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)
 • આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહિ શકાય તેવી ઇન્ટીગ્રેટેડ ૧૮૧ અભયમમોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના અધ્યતન મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ શ્રી વિજય રૂપાણી, માન. મુખ્યમંત્રી,ગુજરાતના વરદ હસ્તે તા ૬ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે શ્રી પ્રદિપસિંહ જાડેજા,માન. મંત્રીશ્રી ગૃહ વિભાગ (રાજ્ય કક્ષા) અને શ્રીમતી વિભાવરીબેન દવે,માન. મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ (રાજ્ય કક્ષા)ની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી.

છેલ્લા ૦૯ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ-સુચન-મદદ-માર્ગદર્શન માટે જિલ્લાવાર મળેલ કોલની માહિતી

District Counselling Calls 181 Abhayam Van Dispatches
Since launch till Feb’24 Since launch till Feb’24
Ahmedabad 220607 39910
Amreli 22633 4504
Anand 40227 8730
Aravalli 17212 4129
Banas Kantha 31066 5252
Bharuch 35239 7095
Bhavnagar 58613 11649
Botad 15727 3838
Chhotaudepur 14440 3554
Dahod 28707 5815
Devbhumi-Dwarka 12762 2874
Gandhinagar 29572 5784
Gir Somnath 21913 4770
Jamnagar 36465 7810
Junagadh 39018 9557
Kheda 32201 6549
Kutch 55544 11004
Mahesana 31247 5940
Mahisagar 19425 4541
Morbi 23650 5385
Narmada 12081 3524
Navsari 24922 6448
Panch Mahals 52687 9571
Patan 21054 4579
Porbandar 14243 4014
Rajkot 102191 24416
Sabarkantha 28828 6859
Surat 106557 21802
Surendranagar 29345 5278
Tapi 16662 4746
The Dangs 5081 1626
Vadodara 122004 25712
Valsad 19168 4502
Others 58419 0
Interstate 251 0
Total 13,99,761 2,81,767

 

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન રેસક્યું વાન મારફતે સરકારની અન્ય સંસ્થાઓમાંરિફરકરેલ મહિલાઓની માહિતી

Sr. No Name of Agency Since launch to Feb’24
1 Police Station 49862
2 One Stop Centre (OSC) 10101
3 Relatives Home 9419
4 Police Station Based Support Centres 3916
5 Mahila Police Station 3895
6 NariSaurakhanGruh (AshrayGruh) 1818
7 WHL Rescue Van 1308
8 Hospital 1295
9 NGO/ Social Worker 1270
10 Nari Adalat 726
11 Family CounsellingCentre 620
12 Police Control Room 399
13 108 Ambulance 319
14 MPWWC / DV Service Provider 270
15 Child Protection Officer 145
16 Swadhar Shelter Home 143
17 Protection Officer 113
18 Old Age Home 108
19 Children Home/Observation Home 91
20 Kanuni Salah Kendra 66
21 Mental Hospital 49
22 Child Help Line 43
23 Mentally-Ill People Organization 33
24 Social Defence Officer (SDO) 20
25 MahilaAyog 18
26 Orphan Home (Anath Ashram) 15
Grand Total            86,062