મોરબીના યુવાને લગ્ન વર્ષગાંઠ નિમિતે રક્તદાન કરી ઉજવણી કરી

મોરબીના યુવાને લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. લગ્ન વર્ષગાંઠને પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે રક્તદાન કરી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના શકત શનાળા ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના વ્યોમ લેબોરેટરીના અશોકભાઈ ટુંડિયાના ગઇકાલે લગ્ન વર્ષગાંઠ નિમિતે રક્તદાન કરી ઉજવણી કરી હતી.