મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમૂહ લગ્નોત્સવમાં 22 કન્યાઓને આશીર્વાદ રૂપે ૨૨ સાડીઓ ભેંટ આપી

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબી માં યોજાયેલ ૮ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં તમામ કન્યાઓ ને આશીર્વાદ રૂપે ૨૨ સાડીઓ ભેંટ આપવામાં આવી હતી. મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફ થી સમાજ માં થતા સારા કામ માં એક વધુ પગલું ભરવામાં આવ્યું છે.

આ સમૂહ લગ્નોત્સવ નું આયોજન વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તથા હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબીના ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી શકત શનાળા ખાતે આયોજિત આ સમુહ લગ્નમાં 22 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તમામ વર-વધૂને આશિર્વાદ પાઠવી સમુહલગ્નના સફળ આયોજન બદલ આયોજનને અભિનંદન પાઠવ્યા હતા.