‘મારી શાળા, સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા’ની ઉક્તિને સાર્થક કરેલ જિલ્લાની શ્રેષ્ઠ શાળા પસંદગીમાં પ્રથમ ક્રમાંકે ઝળહળતી મોડેલ સ્કૂલ મોટીબરાર

મોરબી જિલ્લા કક્ષાએ ઝળહળતી, ઉભરતી, તમામ પ્રવૃત્તિઓમાં હરહંમેશ અગ્રેસર સફળતાના મીઠા ફળોનો સ્વાદ લેતી શાળા એટલે જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળાઓ પૈકીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતી મોડેલ સ્કૂલ મોટીબરાર સરકારી શાળા શ્રેષ્ઠ શાળા..

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ જ આ શાળાનું લક્ષ્ય. આ શાળા હરહંમેશ વિદ્યાર્થીઓની પ્રગતિ માટે જ પ્રયત્નશીલ રહેતી.જેમાં શાળાનું ઉત્તરોત્તર શ્રેષ્ઠ પરિણામ, શિક્ષણની સાથે સાથે શાળાઓમાં અન્ય સ્પર્ધાઓમાં પણ અગ્રિમ સફળ જ રહેલ તથા પ્રવાસ પર્યટન હોય કે પછી વિવિધ રાષ્ટ્રીય કે સાંસ્કૃતિક પર્વ હોય આ તમામને ખૂબ ઉત્સાહભેર શાળા પરિવાર ઉજવે ને આમ વિદ્યાર્થીઓમાં સર્વાંગી મૂલ્યોનું સિંચન કરતા રહે. આ તમામ બાબતોની નોંધ લઈને મોડેલ સ્કૂલ મોટીબરારને શ્રેષ્ઠ શાળા પસંદગીમાં પ્રથમ ક્રમાંકે પસંદ કરેલ છે. જેની શાળા પરિવાર તથા ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગયેલ છે.

અવિરત કર્મને વરેલ શાળા પરિવારના સભ્યો કે જેમાં શાળાના તમામ શિક્ષકગણ,ટ્રેનર, વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ તથા ગ્રામજનો, બિન શૈક્ષણિક કર્મચારીઓ અને પાયામાં રહેલ ભૂતપૂર્વ સ્ટાફ તથા નામી-અનામી સૌની કર્મનિષ્ઠા અને સમરસ સમર્પણ ભાવથી આજ મોડેલ સ્કૂલ મોટીબરારે ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરેલ છે તે બદલ સમગ્ર શાળા પરિવારને તથા જેમની સૂઝબૂઝ અને કર્તવ્યનિષ્ઠાથી શાળાને શ્રેષ્ઠ બનાવનાર શાળાના ભૂતપૂર્વ આચાર્ય બી. એન. વીડજાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.