મોરબી : સંસ્કૃત ભારતીના બે કાર્યકર્તાઓને જિલ્લા અને પ્રાંતનું દાયિત્વ સોંપવામાં આવ્યું

સંસ્કૃત ભારતીના બે કાર્યકર્તાઓને જિલ્લા અને પ્રાંતનું દાયિત્વ સોંપવામાં આવ્યું ઉત્તમ કામગીરી અને સંસ્કૃત પ્રત્યેના અનુરાગ ને ધ્યાનમાં લઈને સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મયુરભાઈ શુક્લને પ્રાંત ગણ સદસ્ય તેમજ હિરેનભાઈ રાવલને મોરબી જનપદ ના સહસંયોજકનું દાયિત્વ સોંપવામાં આવ્યું .

નોંધનીય છે કે આ અગાઉ મયુરભાઈ શુકલ મોરબી સંસ્કૃત ભારતીના સહ સંયોજક હતા અને હિરેનભાઈ રાવલ મોરબી તાલુકા સંયોજક અને સંસ્કૃત શિક્ષણ પ્રમુખ હતા.

સંસ્કૃત ભારતી મોરબી જનપદ સંયોજક કિશોરભાઈ શુકલએ જણાવ્યું હતું કે તા.10ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર દ્વારા કાર્યના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે સમીક્ષા યોજના ગોષ્ઠી સમયે અખિલ ભારતીય મહામંત્રી સત્યનારાયણ ભટ્ટની ઉપસ્થિતિમાં આ દાયિત્વની ઘોષણા કરવામાં આવી હતી.