મોરબીના જુના ઘાટીલાના યુવાને ગાંધીજીનું વિશાળ સ્કેચ બનાવીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેની આ સિદ્ધિ બદલ તેના ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.
મોરબીના જુના ઘાટીલા ગામે રહેતા રાજકુમાર હસમુખભાઈ અઘારાએ 3 ઓક્ટોબર 2023ના રોજ વિશાળ 15 કાગળની શીટ ભેગી કરી 210×280 સેમિની સાઈઝમાં ગાંધીજીનું સ્કેચ બનાવ્યું હતું. તેને સતત 6 કલાકની જહેમતથી આ સ્કેચ તૈયાર કર્યું હતું. આ બદલ તેના સ્કેચને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. વધુમાં આ પહેલા પણ રાજકુમારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે