મોરબી: મહિલા વિરુદ્ધ થતા ગુન્હાઓના નિવારણ માટે મોરબી એલ. ઈ. કોલેજ ખાતે (IUCAW) ઇન્વેસ્ટીગેટીવ યુનીટ ક્રાઇમ અગેઈન્સ વુમન દ્વારા વુમન અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું પર થતાં શોષણ અંગે માહિતી આપવામાં આવી હતી.
મોરબી તેમજ દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ ગુન્હાઓ વધી રહ્યા છે. ત્યારે મહિલાઓમાં જાગૃતિ લાવવા હેતુથી મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે (IUCAW) ઇન્વેસ્ટીગેટીવ યુનીટ ક્રાઇમ અગેઈન્સ વુમન વિભાગ દ્વારા આજે તા.16 માર્ચના ના રોજ એલ.ઈ. કોલેજ મોરબી ખાતે વુમન અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મહિલાનુ શોષણને લગતા સમાજમાં બનતા કેટલાક ગુન્હાઓથી મોરબી એલ.ઈ. કોલેજની વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં IUCAW વિભાગના પીઆઈ પી.ડી. સોલંકી, PSI વનિતાનાબેન બોરીચા, તથા કોન્સ્ટેબલ રાધાબેન યાદવ, કોન્સ્ટેબલ જશુબેન, મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકૃતિબેન ચેતનભાઈ પીઠવા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમા એલ.ઈ. કોલેજની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.