જામ દુધઇ ગામ દ્વારા ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો
જામનગર જિલ્લા ના જોડિયા તાલુકાના જામ દુધઇ ગામ દ્વારા આગામી તમામ ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ગામના તમામ લોકો ની સહમતી થી જ્યાં સુધી પાયાની પ્રશ્નો નું નિરાકરણ ના આવે ત્યાં સુધી ગામ ના કોઈ પણ વ્યક્તિ મત આપવા નહીં જાય છેલ્લે ઘણા વર્ષોથી ગામ માં કોઈ પણ વિકાસ ના કાર્યો થયાં નથી જેવા કે પાણી નો યોગ્ય નિકાલ, સ્ટ્રીટ લાઇટ, રોડ, ગટર, પીવાના પાણીની સુવિધા, સાથે સાથે નવા બનેલા નેશનલ હાઈવે ના કામમાં ગામની મિલકત નું યોગ્ય વળતર મળેલ નથી
તેમજ ખેડૂતો માટે બનાવેલ 8 વર્ષ જુની કેનાલમાં પાણી આપેલ નથી જેથી કરી ને ગામના રહીશો દ્વારા ચુંટણી નો બહિષ્કાર કરવામાં આવ્યો છે અનેક રજુઆતો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ગામની અંદાજે 2000 જેટલી વસ્તી છે