મોરબી : માધાપરવાડી શાળામાં અનસુયાબાઈ સ્વામીની પુણ્ય તિથિ નિમિતે બાળાઓને જૈન ભેળનો પ્રસાદ અર્પણ કરાયો

આજના સમયમાં લોકો શાળાઓને વિદ્યાના મંદિર તરીકે માનતા હોય,શાળામાં અભ્યાસ કરતા બાલ દેવો માટે કંઈકને કંઈક દાન કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રધ્ધેય પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂજ્ય અનસૂયાબાઈ સ્વામીની પુણ્યતિથી નિમિત્તે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા – મોરબીમાં 400 બાળાઓને જૈન ભેળનો પ્રસાદ અર્પણ કરાવવામાં આવેલ આ પ્રસાદ વિતરણમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતાનો સુંદર સહયોગ પ્રાપ્ત થયેલ હતો.