મોરબીના રવાપર ગામના ઝાપામાં મહાદેવ મંદિર સામે આગામી તા.28 માર્ચના રોજ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા તા.28 માર્ચને ગુરૂવારથી આ કથાનો પ્રારંભ થશે અને તા.5 એપ્રિલને શુક્રવારના રોજ કથા પુર્ણાહુતી થશે. દરરોજ બપોરે 2:30 સાંજે 5:30 કલાક સુધી વક્તા પ્રકાશદાસ બાપુ (સાવરકુંડલા વાળા) કથાનું રસપાન કરાવશે.
જેમાં તા.28ને ગુરુવારના રોજ શ્રી રામ કથા મહાત્મક, 29ને શુક્રવારના શિવજી વિવાહ, 30ને શનિવારના શ્રી રામ જન્મ ઉત્સવ, 31ને રવિવારના શ્રી રામ બાળલીલા, 1 એપ્રિલને સોમવારના શ્રી રામ વિવાહ, 2 એપ્રિલને મંગળવારના કેવટ પ્રસંગ અને ભરત મિલાપ, 3 એપ્રિલને બુધવારના શબરીની નવઘા ભક્તિ, 4 એપ્રિલને ગુરુવારના હનુમાન પરીત્ર અને રામેશ્વર સ્થાપના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ તા.5 એપ્રિલને શુક્રવારના રોજ કથા પુર્ણાહુતી પામશે.
આ કથાનો મુખ્ય હેતું કથામાં એકત્ર થયેલ રકમ અનાથ બાળકો અને નિરાધાર લોકોના જીવન અર્થે વાપરવામાં આવશે. જેથી સહુ ધર્મ પ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા આયોજક રસીલાબેન મહેશભાઈ ચાપાણી, સોનલબેન પરેશભાઈ દેત્રોજા, વનીતાબેન ચંદુભાઈ વિરમગામા, રાધુબેન ભરતભાઈ બાવરવા, સંગીતાબેન, મીનાબેન, પ્રભાબેન, રમાબેન સહિતના આમંત્રણ પાઠવ્યું છે.