શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી માં પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી ના શુભ સંકલ્પ થી શ્રી બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજના 24 માં પાટોત્સવ પ્રસંગે સંત સંમેલન, સત્સંગી જીવન કથા, અન્નકૂટ દર્શન, અભિષેક અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
બ્લડ ડોનેશન કેમ્પમાં 82 રક્તદાતાશ્રીઓએ રક્તદાન કર્યું હતું. પાટોત્સવના મુખ્ય યજમાન બાવરવા જયંતીભાઈ નથુભાઈ હતા આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશદાસજીસ્વામી તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવામાં પૂજ્ય શાસ્ત્રીસ્વામી જગતપ્રકશદાસજી, પુરાણીસ્વામી દિવ્યપ્રકાશદાસજી એ જહેમત ઉઠાવી હતી.સત્સંગીજીવન કથાના વક્તા પૂજ્ય વંદન સ્વામી હતા. બ્લડ ડોનેશન કેમ્પ ના રકતદાતાશ્રીઓને સંસ્કાર બ્લડ બેંક સંસ્કાર બ્લડ બેંકના સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો. સંત સંમેલન માં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.